Top Cars under 10 Lakh: ભારતીય કાર બજારમાં 10 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં આવતી અનેક બેસ્ટ કાર ઉપલબ્ધ છે. આ કાર ન માત્ર ગ્રાહકો વચ્ચે લોકપ્રિય છે પરંતુ વેચાણના મામલામાં પણ ટોપ પર છે. જો તમારૂ પણ બજેટ 10 લાખ રૂપિયા છે તો અમે તમને 3 સૌથી શાનદાર કાર વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કારમાં છ એરબેગ જેવા સેફ્ટી ફીચર્સ પણ મળવાના છે.
Tata Punch
ટાટા પંચ એક બેસ્ટ સેલિંગ કોમ્પેક્ટ એસયુવી છે. આ સમયે તેની કિંમત 6.20 લાખ રૂપિયાથી લઈને 10.17 લાખ રૂપિયા સુધી છે. પંચમાં 1.2L નું પેટ્રોલ એન્જિન આવે છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ મળે છે. સેફ્ટી માટે પંચમાં 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ મળે છે. પંચ એક સોલિડ ગાડી છે, જેને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ગજબ ! હીરોને પછાડીને આ કંપની બની દેશની નંબર 1 ટુ-વ્હીલર કંપની
Maruti Baleno
પ્રીમિયમ હેચબેક કાર સેગમેન્ટમાં આ સમયે ઘણી કાર ઉપલબ્ધ છે, પરંતુ મારૂતિ સુઝુકી બલેનોનો કોઈ જવાબ નથી. ટોપ 10 બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં બલેનો દર મહિને રહે છે. 10 લાખથી ઓછા બજેટમાં બલેનો તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. બલેનોની એક્સ-શોરૂમ કિંમત 6.74 લાખથી 9.96 લાખ રૂપિયા સુધી છે. બલેનોમાં Sigma, Delta, Zeta અને Alpha વેરિએન્ટ મળે છે. તેમાં 1.2L નું પેટ્રોલ એન્જિન લાગેલું છે અને સાથે સીએનજી વેરિએન્ટમાં પણ આ કાર મળે છે. સેફ્ટી માટે કારમાં 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળશે.
Hyundai Venue
કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં હ્યુન્ડઈ વેન્યુ એક સ્ટાઇલિશ મોડલ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં તમને 1.0L ટર્બો, 1.2L પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. વેન્યુમાં સ્પેસ વધારે છે, ફીચર્સ પણ સારા છે. સેફ્ટી માટે વેન્યુમાં ADAS, 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે